મિત્રો, અહીં માર્ચ 2023 ની પરીક્ષા આવી રહી છે, તો પાસ થવા માટે અને વધુ સારા માર્ક્સ લાવવા માટે ધોરણ 12 ભૂગોળમાં વિભાગ E ખૂબ જ ઉપયોગી વિભાગ છે. આ વિભાગમાં પાંચ ગુણના પાંચ પ્રશ્નો પુછાય છે. કુલ 25 ગુણનો આ વિભાગ દરેક વિદ્યાર્થીઓ માટે પુરા ગુણ લાવવા માટે ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં રજૂ કરું છું. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.
Best of luck 👍👍👍
ધોરણ 12 ભૂગોળ
વિભાગ E માટેના મોસ્ટ IMP પ્રશ્નો
પ્રકરણ 2 માનવ વસ્તી
1. વસ્તી ગીચતા અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો.
2. વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી આર્થિક પરિબળોની ચર્ચા કરો.
3. માનવ વિકાસ એટલે શું ? માનવ વિકાસનું માપન સમજાવો.
પ્રકરણ 5 પરિવહન
1. ભારતના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ચર્ચા કરો.
2. વિશ્વના મુખ્ય સડક માર્ગો જણાવો.
3. વિશ્વના મુખ્ય રેલમાર્ગોની ચર્ચા કરો.
4. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ચર્ચો.
5. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો જણાવો.
6. પરિવહન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ જણાવો.
પ્રકરણ 8 માનવ વસાહતો
1. ગ્રામીણ વસાહત એટલે શું? ગ્રામીણ વસાહતોના પ્રકારો જણાવી દરેક સમજાવો.
2. શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ સમજાવો.
3. શહેરીકરણની સમસ્યાઓની ચર્ચા કરો.
પ્રકરણ 9 કુદરતી સંસાધનો
1. જળ સંસાધન એટલે શું? તે સંબંધી સમસ્યાઓ અને ઉકેલ જણાવો.
2. ભૂમિ સંસાધનના ઉપયોગ જણાવી, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ જણાવો.
3. ખનીજતેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને ઉકેલ સમજાવો.
4. "માનવ સંસાધન" વિગતે સમજાવો.
પ્રકરણ 10. વૈશ્વિક સમસ્યાઓ- ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં
1. જળ પ્રદૂષણ સમજાવી જળ પ્રદૂષણની અસરો જણાવો.
2. પ્રદૂષણ અટકાવવાના ઉપાયોની ચર્ચા કરો.
3. ગરીબી એટલે શું તે સમજાવી ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો.
4. ભૂખમરો વિશે સમજાવો અને તે દૂર કરવાના ઉપાયો ચર્ચો.
5. ઘન કચરો પેદા થવાના કારણો અને તેની સમસ્યાઓ તથા નિકાલ સમજાવો.
6. જૈવિક કચરા વિશે સમજાવી તેના નિકાલ બાબતે ચર્ચા કરો.