નિષ્ઠા તાલીમ મોડ્યુલ અહેવાલ, ફુલ (પૂર્ણ) કોર્સ
Nishtha Talim Module Aheval, Full course
નિષ્ઠા તાલીમ એ માધ્યમિક શાળાના શિક્ષકો માટે gcert દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડ્યુલ છે. જેમાં દર મહિને ત્રણ તાલીમ લેવાની હોય છે. એવી રીતે છ મહિનામાં કુલ ૧૮ મોડયુલની તાલીમ લેવાની હોય છે. આ તાલીમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં મેળવી શકાય છે. શિક્ષકો પોતાના વર્ગખંડોમાં એક સક્ષમ શિક્ષક તરીકે દાખલ થાય અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય અને આનંદદાયક શિક્ષણ આપે તે માટે આ તાલીમની ગોઠવણ કરેલ છે. શિક્ષકો પોતાની નિષ્ઠા જાળવી રાખે અને સમય પ્રમાણે પોતાની જાતને અપડેટ કરે તે આ તાલીમનો હેતુ છે. માત્ર ચોક, ડસ્ટર અને કથનનું જ શિક્ષણ ન બની જાય અને શિક્ષણ કલાત્મક, ICT આધારિત, સમાવેશી શિક્ષણ બને એ માટે આ તાલીમમાં શિક્ષણ શાસ્ત્રના અલગ અલગ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ તાલીમ મેળવ્યા પછી દરેક શિક્ષક મિત્રોએ અહેવાલ બનાવવાનો હોય છે. બીજા શિક્ષક મિત્રોને માર્ગદર્શન મળી રહે એ હેતુથી અહીં દરેક module નો અહેવાલનો નમુનો અહીં મેં રજુ કરેલ છે. આ અહેવાલના નમૂનાને માર્ગદર્શક તરીકે જોઈ - વાંચી શિક્ષક મિત્રો પોતાની જાતે અહેવાલ બનાવે તે ઇચ્છનીય છે. ફક્ત કોપી કરી અને સીધું જ લખી નાખે તે બાબત યોગ્ય નથી. પરંતુ આ અહેવાલોને નમૂના તરીકે લઈ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે અને પોતે જે તાલીમ મેળવી છે તેમાં પોતે જે સમજણ કેળવી તે પ્રમાણે પોતાના વિચારો અહેવાલમાં રજૂ કરવાના હોય છે.
આ સિવાય આ જે કોર્સ છે તે કોર્સની તાલીમની સંપૂર્ણ પીડીએફ અહી મુકેલી છે. દરેક પીડીએફ ડાઉનલોડ કરીને સૌ મિત્રો તેને વાંચીને કોર્સને રીફર કરી શકે છે. અને સમયે સમયે પોતાની શિક્ષક તરીકેની આ તાલીમને તાજી કરી નવો ઉત્સાહ મેળવી શકે છે.જેથી યોગ્ય નિષ્ઠાથી દરેક શિક્ષક મિત્રો પોતાની શાળામાં બધા જ બાળકોને સંપૂર્ણ ન્યાય આપી શકે. ઉપરાંત આ પીડીએફનો અભ્યાસ કરીને પોતાનો અહેવાલ પણ જાત મહેનતથી લખી શકે છે.કેટલીક વખતે શિક્ષકોને મોબાઈલમાં રહેલી પીડીએફ વાંચવી ગમતી નથી એટલા માટે આ અહી પૂર્ણ કોર્સની પીડીએફ મૂકી દીધી છે. જેની પ્રિન્ટ કાઢીને પણ વાંચવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
સાહેબ સારુ કામ કરો છો. ધન્યવાદ
ReplyDeleteહવે મારો પ્રશ્ન છે કે અહેવાલ હસ્તલિખિત હોવો જોઈએ કે ટાઈપ કરેલો ચાલશે?
અહેવાલ હસ્તલિખિત હોય તે ટાઈપ કરેલો હોય ગમે તે હોઈ શકે. એવું જરૂરી નથી કે અહેવાલ હસ્તલિખિત જ હોવો જોઈએ. શું આપણે રફ઼માં અહેવાલ બનાવીને જો આપણને કમ્પ્યુટર ફાવતું હોય તો ટાઇપ ન કરી શકીએ? આજના જમાનામાં તો ટાઈપિંગ કરેલો અહેવાલ વધારે આકર્ષક લાગે. જો કોઈ વ્યક્તિ માત્ર હસ્તલિખિત અહેવાલ જ માંગે તો તેની વેઠ કરાવવાની માનસિકતા છતી થાય છે.
ReplyDeleteહસ્ત લિખિત હોવો જોઈએ,કારણકે લોકો કોપી paste કરે
Deleteધારો કે કોઈ બીજાનો અહેવાલ લઈને જોઈ જોઇને પોતાના હાથે લખી નાખે તો એ જાત મહેનત કહેવાય કે કોપી પેસ્ટ કહેવાય ?
DeleteGood job for everyone
ReplyDeleteસાહેબ મડ્યુલ 7,8,9 ના અહેવાલ મુકજો
ReplyDeleteબધા જ અહેવાલ મુકાઈ ગયા છે.
DeleteHow to Download ??
Deleteડાઉનલોડ નથી થતા કંઈ રીતે ડાઉનલોડ કરવા??
Good
DeleteGood job saheb
ReplyDeleteNice sir
ReplyDeleteGreat work
ReplyDeleteGreat work
ReplyDeleteસાહેબ બહુજ સરસ કાર્ય કર્યું છે તમારો ખુબ ખુબ આભાર
ReplyDeleteReally good job, u did the fruitful work, useful to all
ReplyDeleteGood excellent work ����
ReplyDeleteNice job sir
ReplyDeletevery good..excellent work.thank you
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન
ReplyDeleteહરે કૃષ્ણ
Excellent work...thank you
ReplyDelete