Main menu

234

123

Dhoran 11 bhugol, standard 11 Geography, ધોરણ 11 ભૂગોળ રી ટેસ્ટ - પૂરક પરીક્ષા, નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ માટે

શ્રી એચ. આર. ગારડી વિદ્યાલય, ઉમેદપુરા

રી- ટેસ્ટ

સમય 3 કલાક         ધોરણ 11 ભૂગોળ -  વર્ષ 2022    કુલ ગુણ 80

 

વિભાગ એ

 

નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે.                16 ગુણ

         1.    ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા ?

(A) આર્યભટ્ટ (B) ઈબ્નબતુતા (C)  કાલિદાસ (D)  ભાસ્કરાચાર્ય

         2.    ગ્રીસની પ્રેમ અને સૌંદર્ય દેવી તરીકે કયો ગ્રહ ઓળખાય છે ?

(A) શુક્ર (B) મંગળ (C) શનિ (D) ગુરુ

         3.    રોબિન્સન નામની સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે ?

(A) યુએસએ (B) શિયા (C) દક્ષિણ આફ્રિકા (D) દક્ષિણ કોરિયા

        4.    સૌથી વધુ વેગ ધરાવતા મોજાં કયો છે?

(A) પ્રાથમિક મોજા (B) દ્વિતીય મોજા (C) પૃશ્ઠિય મોજા (D) ઉપમોજા

       5.    મુખ્ય ભૂતક્તિઓની સંખ્યા કેટલી છે?

(A) 8 (B) 9 (C) 15 (D) 7

       6.    આરસપહાણ ખડક કયા પ્રકારનું ખડક છે?

(A)પ્રસ્તર (B) આગ્નેય (C) રૂપાંતરિત (D) કોઈ નહીં

        7.    પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા ભાગ પર પર્વતો આવેલા છે ?

(A) 33 % (B) 41% (C) 26 % (D) 15%

       8.    વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે?

(A) ઓક્સિજન (B) કાર્બન ડાયોક્સાઇડ (C) ઓઝોન (D) નાઇટ્રોજન

      9.    નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી?

(A) રેખાંશ (B) ભુપૃષ્ (C) પવનો (D) સમુદ્રથી અંતર

      10. કયા ભવનો દ્રાક્ષ, મોસંબી જેવા ખાટા રસ વાળા ફળોની ખેતી માટે લાભદાયી છે?

(A) ચિનુક અને ફોએન (B) હરમેટ (C) મિસ્ટર અને બોરા (D) નોર્વેસ્ટર

      11. ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે ?

(A) ગુજરાત (B) મધ્યપ્રદેશ (C)  ઉત્તરપ્રદેશ (D) તમિલનાડુ

     12. જીવાવરણ પૃથ્વીની સપાટીથી લગભગ કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

(A) 26 (B) 32 (C) 42 (D) 16

      13. આગ લાગી હોય ત્યારે અગ્નિશામક માટે કયા નંબર પર સંપર્ક કરવો?

(A) 100 (B) 101 (C) 108 (D) 181

       14. માનવ વસાહતો દર્શાવવા કયા રંગનો ઉપયોગ થાય છે ?

(A) વાદળી (B) લીલો (C) લાલ (D) પીળો

      15. બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે ?

(A) 139 (B) 122 (C) 211 (D) 111

      16. ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે?

(A) ઉતરાખંડ (B) હરિયાણા (C) પંજાબ (D) હિમાચલ પ્રદેશ

 

વિભાગ બી

નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી  24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ગુણ

17. નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે?

18. પાવાગઢ કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બનેલું છે?

19. કયા વનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે ?

20. કયા વાદળો સારા હવામાનનો નિર્દેશ કરે છે?

21. વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે ?

22. પૃથ્વી સપાટીના કેટલા ભાગ પર જળરાશિ આવેલી છે ?

23. કયા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે ?

24. સૌથી મોટું અક્ષાંશવૃત કયું છે ?

 

વિભાગ સી

નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો        18 ગુણ

25. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે?

26. સાઈમા સ્તરમાં કયા ખનીજ તત્વો આવેલા છે ?

27. વાતાવરણના મુખ્ય ચાર આવરણો કયા કયા છે ?

28. વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હળવું દબાણ રહે છે કારણ આપો?

29. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીકવાર ઠંડીનું મોજું ફરી વળે છે કારણ આપો ?

30. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે કારણ આપો ?

31. ગુજરાતમાં આવેલા જૈવ ભૌગોલિક પ્રદેશો જણાવો ?

32. કુદરતી પ્રકોપોના મુખ્ય પ્રકારો જણાવો ?

33. નકશામાં પ્રમાણમાપ દર્શાવવાની ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે?

34. સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું ?

35. મંદિર અને ખનિજતેલના કુવાની સમસ્યાઓ જણાવો?

36. પેંજીયાનો અર્થ સમજાવો.?

 

વિભાગ ડી

નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના ઉત્તર લખો  

                                                                           18 ગુણ

37. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો ?

38. ભૂકંપ થવાના કારણો કયા કયા છે ?

39. ખડક એટલે શું ? તેના મુખ્ય પ્રકારો સમજાવો?

40. હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો?

41. તાપમાન પર અસર કરતા પરિબળો જણાવી ગમે તે ત્રણ સમજાવો ?

42. “ભેજનુ મહત્વ” વિશે ટૂંકનોંધ લખો ?

43. ભરતીનું મહત્વ વિશે ટૂંકનોંધ લખો?

44. આપત્તિ વ્યવસ્થાપન વિશે ટૂંકનોંધ લખો ?

45. સ્થળવર્ણનની ઉપયોગીતા જણાવો.?

વિભાગ ઈ

નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો                                                               20 ગુણ

46. પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવો ?

47. દબાણના પટ્ટાની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુદાપટ્ટ વિશે માહિતી આપો?

48. વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો ?

49. ઍટલૅન્ટિક મહાસાગરના પ્રવાહો વિસ્તારથી સમજાવો. ?

50. જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. ?

51. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો.

 

બેસ્ટ ઓફ લક


ધોરણ 10 તથા 12 નું પરિણામ જોવા માટે

 મિત્રો નમસ્કાર

ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 01-05-2023 નાં રોજ જાહેર થવાનું છે. તો આ પરિણામ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


http://www.gseb.org/ ધોરણ 10 નું પરિણામ જોવા અહી ક્લિક કરો.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, અખબારી યાદી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET2023 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાની બેઠક ક્રમાંક(Seat Humber) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsÁpp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને ક શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ. વાલીઓ. વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.


તારીખ-૦૧/૦૫/૨૦૨૩ સ્થળ- ગાંધીનગર


નાયબ નિયામક(પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ઈડરની આદેશ વિદ્યાલયની દીકરી શ્રેયા પટેલ ઉત્તર ગુજરાત પ્રદેશમાં ઝળકી

આદેશ વિદ્યાલય, ઇડરનું ગૌરવ 





ઇડર, 16/05/2022

         રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશ ઝોન લેવલ કલા મહાકુંભમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અમદાવાદની સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ માં 9 મે 2022 ના રોજ યોજાઈ ગઈ. જેમાં ઇડરની abc science group સંચાલિત આદેશ વિદ્યાલયમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી પટેલ શ્રેયા જગદીશભાઈએ એક પાત્રીય અભિનય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓ પછી યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેયાએ પહેલો નંબર મેળવ્યો છે. આ નંબર મેળવીને તેણે સાબરકાંઠા જિલ્લાનું અને ઇડરનું ગૌરવ વધાર્યું છે. આદેશ વિદ્યાલય ના આચાર્યશ્રી તથા abc science group એ શ્રેયાને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

std 12 Geography Gujarati Medium Assignment 2024 ધોરણ 12 ભૂગોળ ગુજરાતી માધ્યમ અસાઇનમેંટ 2024

મિત્રો, 

અહીં ધોરણ 12 ભૂગોળ વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે એસાઈમેન્ટના છ પેપરો અહીં રજૂ કરું છું. બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ લાવવા માટે આ પ્રશ્નપત્રો ખૂબ જ અગત્યના છે. જો કોઈ વિદ્યાર્થી આ બધા જ પ્રશ્નપત્રોના બધા જ પ્રશ્નો સંપૂર્ણ તૈયાર કરી દે તો બોર્ડ પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવી શકે છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન બિલકુલ મહેનત ન કરી હોય એવા વિદ્યાર્થીઓ માટે તો આ પ્રશ્નો સ્વર્ગ સમાન છે. એવા વિદ્યાર્થીઓએ તો ફરજિયાત આ છ પેપરના જવાબો તૈયાર કરી દેવા જોઈએ. આશા રાખું છું કે ગુજરાતના સૌ વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નપત્રો ઉપયોગી નીવડશે.


ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 1

 

ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 2

 

 ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 3


  

ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 4


 

 ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 5

  

ધોરણ 12 ભૂગોળ પેપર અસાઇનમેંટ 6


 

પાઠ આયોજન, માધ્યમિક શાળાઓના દરેક વિષયનું પાઠ આયોજન, Lesson Planning, path ayojan, All Subjects, Gujarati Medium

 પાઠ આયોજન

            પાઠ આયોજન એ શિક્ષકનું દર્પણ છે. પાઠ આયોજન કરવાથી શિક્ષકનું ઘણું બધું કામ આસાન થઈ જાય છે. વર્ષ દરમિયાન શિક્ષકે પોતાના વિષયમાં કયા કયા કામ કરવાના છે તેની સંપૂર્ણ વિગત પોતાના પાઠ આયોજન માં ગોઠવી શકાય છે. પોતાના પાઠ્યપુસ્તકમાં રહેલા બધા જ પાઠ કેટલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાના છે તે પણ પાઠ આયોજન શક્ય બને છે. દરેક પાઠ માટે કેટલો સમય આપવો તથા પાઠ ના મહત્વના કયા કયા મુદ્દાઓને આવરી લેવા તથા કયા પ્રોજેક્ટ કરવા કે બાળકોને પ્રેક્ટીકલ કરવું તેના વિશેની સંપૂર્ણ વિગત કે નોંધો એ પાઠ આયોજનમાં લખેલી હોય છે. જેથી પોતાના વિષયનું શિક્ષણ કાર્ય કરતી વખતે કોઈ વિષયવસ્તુ બાળકોને ભણાવવાની રહી જતી નથી એ પાઠ આયોજનનો મોટો ફાયદો છે. યોગ્ય પાઠ આયોજન કરવાથી ભણાવતી વખતે શિક્ષક અન્ય બાબતોમાં ભટકી જતો નથી અને વિષયવસ્તુની બહાર નીકળી જતો નથી. સારું પાઠ આયોજન શિક્ષકને તેના વિષયમાં પકડી રાખે છે અને વિષયની આજુબાજુ યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. સારુ પાઠ આયોજન હોય તો કોર્સ યોગ્ય સમયની અંદર પૂરો થઈ જાય છે અને પાછળથી પરીક્ષા માટે ટેસ્ટ વગેરેનું આયોજન પણ ખૂબ સરળતાથી કરી શકાય છે. સારું પાઠ આયોજન એ શિક્ષક નું દર્પણ એટલા માટે કહ્યું છે કે એનાથી શિક્ષકના વર્ષ દરમિયાનના કાર્યોની એક ઝલક એ પાઠ આયોજનમાં જોવા મળે છે.

            ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી સૌ શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી અહીં આ પોસ્ટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના દરેક વિષયના પાઠ આયોજન આ પોસ્ટમાં રજુ કર્યા છે. શિક્ષક મિત્રોને ખાસ સુચના કે માત્ર ડાઉનલોડ કરીને સીધી પ્રિન્ટ કાઢી લેવા કરતા આ પાઠ આયોજનનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી તમે તમારું પાઠ આયોજન આના કરતા પણ વધુ સારું બનાવો એવી આશા રાખું છું.

            Lesson planning is the mirror of the teacher. Lesson planning makes a lot of teacher's work easier. Full details of what the teacher is going to do in his / her subject during the year can be arranged in his / her lesson planning. Lesson planning also makes it possible to complete all the lessons in one's textbook in a timely manner. Lesson details or notes about how much time to give for each lesson and what are the important points of the lesson to cover and what projects to do or to make practical for the children are written in the lesson planning. The big advantage of lesson planning is that there is no subject left to teach children while teaching their subject. By organizing the right lesson, the teacher does not get distracted and deviate from the subject while teaching. Good lesson planning keeps the teacher engaged in his / her subject and provides a suitable environment around the subject. If there is good lesson planning then the course is completed within the proper time and later tests etc. for the exam can also be planned very easily. Good lesson planning is called the mirror of the teacher because it gives a glimpse of the teacher's activities during the year in the lesson planning.

            In view of the above, in order to provide proper guidance to all the teachers, in this post, lesson planning of every subject of secondary and higher secondary school has been presented in this post. I hope you make your lesson planning even better by using this lesson plan as a reference, rather than just a special instruction to teacher friends to download and delete a direct print.


દરેક વિષયનું પાઠ આયોજન જોવા માટે નીચેના કોષ્ટકમાં જે તે વિષય પર ક્લિક કરો


પાઠ આયોજન

ધોરણ 9

ધોરણ 10

ધોરણ 11

ધોરણ 12

અંગ્રેજી

અંગ્રેજી

ભૂગોળ

ભૂગોળ

કમ્પ્યુટર પરિચય

કમ્પ્યુટર પરિચય

ઉદ્યોગ

ઉદ્યોગ

 ગુજરાતી

 ગુજરાતી

અંગ્રેજી

અંગ્રેજી

 ગુજરાતી લેખન

ગુજરાતી લેખન

 સંસ્કૃત

સંસ્કૃત

 હિન્દી

 હિન્દી

 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 

હિન્દી લેખન

હિન્દી લેખન 

 સમાજશાસ્ત્ર

 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રોજેક્ટ કાર્ય

ગણિત

ગણિત 

ગુજરાતી

ગુજરાતી

 વિજ્ઞાન અને ટેકનોલોજી

 વિજ્ઞાન અને ટેકનોલોજી

તત્વજ્ઞાન 

તત્વજ્ઞાન 

વિજ્ઞાન પ્રાયોગિક

વિજ્ઞાન પ્રાયોગિક


સમાજશાસ્ત્ર

 સામાજિક વિજ્ઞાન  

સામાજિક વિજ્ઞાન 

હિન્દી 

હિન્દી 

 સંસ્કૃત

સંસ્કૃત

નામાનાં મૂળ તત્વો

નામાનાં મૂળ તત્વો

સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ 

અર્થશાસ્ત્ર

અર્થશાસ્ત્ર

પશુપાલન અને ડેરી વિજ્ઞાન

પશુપાલન અને ડેરી વિજ્ઞાન 

 રાજ્યશાસ્ત્ર

રાજ્યશાસ્ત્ર        

ચિત્ર સામાજિક વિજ્ઞાન નકશા સેક્રેટરીયલ પ્રેકટીસ  સેક્રેટરીયલ પ્રેકટીસ 


સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ



















ધોરણ 12 ભૂગોળ પાઠ 9 ની ક્વિઝ

ધોરણ 12 ભૂગોળ દરેક પાઠની ક્વીઝ, પાઠ 10 સમસ્યાઓ

quiz in Javascript

Question of

Good Try!
You Got out of answers correct!
That's

ધોરણ 12 ભૂગોળ દરેક પાઠની ક્વીઝ, પાઠ ૯ કુદરતી સંસાધનો

quiz in Javascript

Question of

Good Try!
You Got out of answers correct!
That's