Main menu

234

123

વાંચીને વિચારવાનું તમારે read and then thought

 વાંચીને વિચારવાનું તમારે
             મોટે ભાગે ધોરણ 10 પછી બાળકોને કયો પ્રવાહ લેવો અને કઈ સારી શાળામાં દાખલ કરવું એ બાબતે બધા વાલીઓ ખૂબ ચિંતામાં હોય છે. અહીં મેં વાલીઓ ચિંતામાં હોય છે, એવું એટલા માટે લખ્યું છે કારણ કે - બાળકને સાયન્સ - કે - સામાન્ય પ્રવાહ કરાવવો તે નક્કી વાલીઓ કરે છે .  બાળકને પૂછતાં જ નથી.  એટલે વાલી પોતાના પડોશી કે મિત્રોના બાળકો જેમાં એડમિશન લે તેમાં પોતાના બાળકને મૂકી દે છે. બાળકની ક્ષમતા જોયા વગર - કે - બાળકને ભવિષ્યમાં શું બનાવવું છે તેના  વિઝન વગર- 
             હા,  ભવિષ્યના વિઝન વગર બાળકને સાયન્સ -આર્ટસ કે કોમર્સ કરાવવું તે બાળકના ભવિષ્ય માટે જોખમી છે.
સાયન્સ - જો તમારે ધોરણ 10માં આખા વર્ષ દરમિયાન તમારા બાળકને વાંચવા બાબતે કંઈ પણ કહેવું ન પડ્યું હોય, તમારૂ બાળક ટોક્યા વગર જાતે જ મહેનત કરતું હોય અને ૮૮ ટકાથી વધુ ધોરણ-10માં લાવે તો અને તો જ તેને સાયન્સમાં બી ગ્રુપ સાથે ભણાવવું જોઈએ. અન્યથા નહીં. જો કદાચ તમારા બાળકને ટકા ૮૦ થી ઉપર હોય પરંતુ ગણિત-વિજ્ઞાન માં 90 થી ઉપર ગુણ લાવે અને જો એન્જિનિયરિંગમાં રસ હોય તો જ એ ગ્રુપ સાથે સાયન્સ લેવું. યાદ રાખો - એન્જિનિયરિંગમાં કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરવાની તૈયારી હોય, ઘર છોડીને દૂર મોટા શહેરોમાં જવાની તૈયારી હોય,  તો જ એ ગ્રુપ સાથે સાયન્સ કરવું. સરકારી નોકરી ની અપેક્ષા રાખવી નહીં. પણ બને છે એવું-  કે મોટાભાગના બાળકો એન્જિનિયરિંગ પૂરું કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ કરે છે. આ તો ખરેખર એન્જિનિયરિંગની ખતરનાક મજાક છે. જો સ્પર્ધાત્મક પરીક્ષા જ આપવી હોય તો એન્જિનિયરિંગ કરવાનો શું મતલબ ? ખોટા ફીના પૈસા શું કામ  બગાડવાના?
કોમર્સ - જો વાલી તરીકે તમે તમારા બાળકને કોર્પોરેટ દુનિયામાં - શહેરોના હિસાબો ની દુનિયા માં મોકલવા માંગતા હોય અને સરકારી નોકરી ની અપેક્ષા ન હોય " તો અને તો જ " ધોરણ 11 માં કોમર્સ કરાવવું જોઈએ. યાદ રાખો - કોમર્સ કર્યા પછી તરત જ ઇડર - હિંમતનગર છોડીને મોટા શહેરોમાં પડાવ નાખશો, તો જ સારી કારકિર્દી બનશે. બાકી બી.કોમ. કરીને બી. એડ. કર્યા પછી સરકારી ભરતી થતી નથી અને પ્રાઇવેટ માં આખી જિંદગી પાંચ- સાત હજારથી વધુ મળશે નહીં.
આર્ટસ-  જે વાલીઓ પોતાના બાળક માટે નાની-મોટી સરકારી નોકરી ના સપના જુએ છે, તેમના માટે ધોરણ 11માં આર્ટ્સમાં એડમિશન લેવું વધુ હિતાવહ છે. એવું ક્યારેય ન વિચારતા કે ધોરણ 10 માં ઓછા ટકા આવે તો જ આર્ટસ કરાય, યાદ રાખો -કોઈપણ ફેકલ્ટીમાં તમે આગળ રહો તો જ તમારો નંબર લાગશે. ધોરણ 10માં 85 ટકાવાળો વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં 65 ટકા લાવીને મધ્યમ રહે, એના કરતા ધોરણ 12માં આર્ટ્સમાં ૯૩ ટકા લાવીને બોર્ડ માં ટોપ પર રહી શકે. સાયન્સમાં વચ્ચે કે પાછળ રહેવા કરતા આર્ટસમાં આગળ રહેનાર વધુ ફાવી જાય છે એવા કેટલાય દાખલા અમારી પાસે છે.
                 હવે વાત કરીએ જીપીએસસી કે બીજી સરકારી નોકરીની. તો આ પરિક્ષાઓમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. બીએસસી /બીકોમ /બી એ/ કે એન્જિનિયર- કોઇપણ પરીક્ષા આપી શકે. આ બધા ગ્રેજ્યુએટ માંથી બી. એ. સિવાયના ગ્રેજ્યુએટ પોતાના કોર્સના વિષયોમાંથી નવરા પડતાં નથી. તેથી તેઓ અભ્યાસ દરમિયાન વધારાની તૈયારી કરી શકતા નથી. અને તેઓ જે વિષયો કોલેજમાં ભણે છે- તે વિષયો મોટાભાગે જી.પી.એસ.સી ની પરીક્ષા માં ઉપયોગી નીવડતા નથી. કોલેજના વિષયોનો ફાયદો ફક્ત બી.એ. વાળા વિદ્યાર્થીને જ થાય છે. ધોરણ 11- 12 માં આર્ટસ ના વિષયો ભણ્યો હોય છે. જીપીએસસીમાં ગુજરાતી -ઇતિહાસ- રાજ્યશાસ્ત્ર -ભૂગોળ -અંગ્રેજી- સામાન્ય ગણિત -વાણિજ્ય વ્યવસ્થા -મેનેજમેન્ટ - તર્ક બુદ્ધિ -હિન્દી -સંસ્કૃત -સાહિત્ય - જનરલ નોલેજ વગેરે જેવા વિષયો પર પ્રશ્નો પૂછાતા હોય છે. જો વિદ્યાર્થી ધોરણ 11 - 12 આર્ટસ માં યોગ્ય વિષયોની પસંદગી કરે, તો જીપીએસસીના આ બધા વિષયોમાંથી મોટાભાગના વિષયો કવર થઈ જતા હોય છે. માટે જો વિદ્યાર્થી ધોરણ  11 12 આર્ટ્સ ગુજરાતી- અંગ્રેજી -વાણિજ્ય વ્યવસ્થા -ભૂગોળ- રાજ્યશાસ્ત્ર- સંસ્કૃત જેવા વિષયો રાખીને કરે તો તેના જ્ઞાનમાં સૌથી વધુ વધારો ધોરણ 11 થી જ થઈ શકે.
 તે જે વિષયો ભણે છે, તે જ વિષયોનું આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં પુછાય છે. બીજું ખાસ કે - સાયન્સમાં અંગ્રેજી વિદ્યાર્થીઓ ભણતા નથી. તેથી અંગ્રેજી કાચું રહે છે. જ્યારે આર્ટ્સમાં અંગ્રેજીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. તેથી આર્ટસ ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીમાં પણ જબરદસ્ત ફાયદો થાય છે. એટલે આ બાબતો પર ઊંડાણથી વિચાર કરીએ, તો આર્ટસ નો વિદ્યાર્થી gpsc કે તલાટી - પોસ્ટ -  સચિવાલય-  બિન સચિવાલય-  રેલવે - કોર્ટ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને પોતાની સરકારી નોકરીની ઈચ્છા પૂર્ણ કરી શકે છે. 
માટે,  રાજ્યશાસ્ત્ર/ તત્વજ્ઞાન/ ભૂગોળ/ અને વાણિજ્ય વ્યવસ્થા/ જેવા વિષયો જે સંસ્થાઓ ભણાવતી  હોય તેવી સંસ્થામાં એડમિશન લઈને ધોરણ-11ના પ્રથમ દિવસથી જ જીપીએસસીની પરીક્ષા માટે બાંયો ચડાવી દેવી જોઈએ.
 વાલીઓને તેમના બાળકોની કારકિર્દી માટે !બેસ્ટ ઓફ લક.!
Jagdish I Patel
D.chem.Eng; M.A.Bed. CIC
GPSC Class 2 principal Exam pass;
TAT, HSTAT, HMAT Exam pass;
14,shubh city,Idar- 9428752528

ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ 2021 standard 12 Gujarat board exam time table July 2021

મિત્રો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ અને ધોરણ 10 નું બોર્ડ પરીક્ષાનું ટાઈમટેબલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરી દીધું છે. ટાઈમ ટેબલ અહીંથી નીચે તમે ડાઉનલોડ કરી શકશો. પરીક્ષાનો બહુ જ થોડો સમય વધ્યો છે.ખૂબ જ ઝડપથી પુનરાવર્તન કરી લો અને આયોજનપૂર્વક પરીક્ષાની તૈયારી કરો. સાથે સાથે બોર્ડ પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીઓ ને મારા તરફથી  બેસ્ટ ઓફ લક. !







Dhoran 12 bhugol ધોરણ 12 ભૂગોળ માર્ચ 2020 પેપર સોલ્યુશન, standard 12 Geography, march 2020 paper solution

સુપર પેપર સેટ ( 10 પ્રશ્નપત્રનો ફ્રી સેટ )
આ સેટ મેળવવા માટે નીચે સ્ક્રોલ કરો.



 

MARCH 2020

ધોરણ 12 ભૂગોળ  પેપર સોલ્યુશન

વિભાગ A

નીચે આપેલા 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. દરેકનો 1 ગુણ છે.                                                                        10 ગુણ

1.      ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવ ને મહત્વ આપનાર કોણ હતા?

·        એરિસ્ટોટલ

2.      વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત નો ક્રમ કયો છે?

·        બીજો

3.      મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?

·        સેમાંગ

4.      ભારતના કયા શહેરમાં આઇટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી?

·        ભોપાલ

5.      એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે?

·        પનામા નહેર

6.      ભારતમાં સૌપ્રથમ ૧૯૧૩માં કઈ ફિલ્મ રજૂ થઇ હતી?

·        રાજા હરિશ્ચંદ્ર

7.      આસિયાન સંગઠન નું વડુ મથક કયું છે?

·        જાકાર્તા

8.      નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે?

જમશેદપુર

9.      રેખા અને સ્તંભ આલેખ માં શું દર્શાવવામાં આવે છે?

·        તાપમાન અને વરસાદ

10.   જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલી છે?

·        યુએસએ

 

વિભાગ B

નીચે આપેલા 11 થી 20 પ્રશ્નોના જવાબ એક વિધાનમાં આપો. દરેક પ્રશ્નનો 1 ગુણ       10 ગુણ

11.   જીયોગ્રાફીયા જનરાલીસ પુસ્તક કોણે લખ્યું હતું?

·        બર્નાર્ડ વેરેનિયસે

12.   રેન્ડિયર કયા પ્રદેશમાં ઉપયોગી પ્રાણી છે?

·        ટુંડ્ર પ્રદેશનું

13.   તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે?

·        માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહે છે. જેવીકે સ્વાસ્થ્ય, શિક્ષણ કલ્યાણ મનોરંજન વ્યાપાર પરિવહન વગેરે સેવાઓ..

14.   વિશ્વમાં સૌ પ્રથમ રેલમાર્ગ ની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી?

·        વિશ્વમાં ઇ.સ. 1825 માં ઇંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે સૌ પ્રથમ રેલવે ની શરૂઆત થઈ.

15.   ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓ ના વિકાસ માં કોનો ફાળો છે?

·        સામ પિત્રોડાનો

16.   રેશમ માર્ગે કઈ ચીજ વસ્તુઓનો વ્યાપાર થતો હતો?

·        લોખંડનો સામાન, તેજાના વગેરે

17.   છૂટીછવાઇ વસાહતો નું નિર્માણ કયા સ્થાને થાય છે?

·        છૂટીછવાઇ વસાહતો નું નિર્માણ પર્વતીય પ્રદેશો, રણ પ્રદેશો, ઉચ્ચ ભૂમિના પ્રદેશો વગેરેમાં થાય છે.

18.   નાટમો સંસ્થા ક્યાં આવેલી છે?

·        કોલકાતામાં

19.   રંગ છાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે?

·        માહિતી ની તીવ્રતા અને વસ્તી ગીચતા દર્શાવવામાં.

20.   સ્કેનર નો ઉપયોગ જણાવો.

·        સ્કેનર નો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કોમ્પ્યુટરમાં ઉમેરવા માટે કરવામાં આવે છે.

 

વિભાગ C

નીચે આપેલા 21 થી 31 પ્રશ્નોનાં સંક્ષિપ્ત જવાબ આપો. દરેક પ્રશ્નના 2 ગુણ છે.  20 ગુણ

21.   ભારતની વસતિને વય જૂથોના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? કયા કયા?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

22.    ખનીજ એટલે શું? તેના પ્રકારો જણાવો.

Ø  નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ મય પદાર્થને ખનીજ કહે છે.

Ø  તેના બે પ્રકાર છે

·        ધાત્વિક ખનીજ - લોખંડ તાંબુ સીસુ જસત વગેરે

·        અધાત્વિક ખનીજ - ગંધક અબરખ ફ્લોરસ્પાર વગેરે

નોંધ- આ પ્રશ્ન પાઠ 3 માંથી રદ કરેલ છે, પણ પાઠ 9 માં આ જ ટોપિક પુછાઈ શકે છે.

અથવા

22.    ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ ચીજો તૈયાર થાય છે?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

23.   પંચમ પ્રવૃત્તિ એટલે શું?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

24.    આકાશવાણી દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે?

Ø  આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

Ø  શિક્ષણ, મનોરંજન, ગીત-સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમત ગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રની નવીનતમ માહિતી આકાશવાણી તેના શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે.

Ø  આકાશવાણી મનોરંજન, જ્ઞાન, માહિતીની વિવિધ પ્રકારની જાણકારી આપી શ્રોતાઓને માનસિક રીતે સજ્જ કરે છે.

Ø  તે ખૂબ જ ઉપયોગી સમુહમાધ્યમ છે.

25.    સરોવર બંદર માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવો.

Ø  મોટા સરોવર ઉપર બંદરના વિકાસ માટે ભૌગોલિક અનુકૂળતાઓ નીચે પ્રમાણે છે.

Ø  પાણીનું વધુ ઊંડાણ, બરફ મુક્ત પાણીની સપાટી, સમૃદ્ધ પીઠ પ્રદેશો, સરોવર બંદરને જોડતા ભૂમિ પરના પરિવહન માર્ગો વગેરે અનુકૂળતાઓ હોય તેવા સરોવરને કિનારે સરોવર બંદરો વિકસે છે.

Ø  દાખલા તરીકે ડુલુથ, શિકાગો, અલ્પેન, ટોરેન્ટો, બફેલો, ટોલેડો વગેરે સરોવર બંદરો છે.

26.    વહીવટી કેન્દ્ર એટલે શું ? તેના ઉદાહરણ આપો.

Ø  કોઈ શહેર તેના વહીવટી દરજ્જાને લીધે જાણીતું બન્યું હોય તેને વહીવટી કેન્દ્ર કહેવાય.

Ø  દાખલા તરીકે રાજ્યના પાટનગર તેના ઉદાહરણ છે.

Ø  પ્રદેશ, જીલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે છે.

Ø  તેવા મથકને વહીવટી કેન્દ્ર કહે છે.

Ø  દાખલા તરીકે કોલકત્તા, લન્ડન, રોમ વગેરે...

Ø  ચંદીગઢ તથા ગાંધીનગર નવ નિયોજિત વહીવટી નગરો છે.

 

27.    પૃષ્ઠીય જળ એટલે શું?

Ø  વરસાદનું પાણી ઝરણાં અને નદીઓ સ્વરૂપે સપાટી પર વહે છે.

Ø  તળાવો અને સરોવરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે.

Ø  સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠીય જળ કહે છે.

Ø  સપાટી જળ અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

Ø  સૌથી વધુ જથ્થો યુએસએ અને કેનેડાની સરહદે આવેલા પાંચ વિશાળ સરોવરો – સુપિરિયર, મિશિગન, હ્યુરોન , ઇરી અને ઑન્ટેરિઓમાં છે.

Ø  વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ ઇજિપ્ત ઉપરાંત સાત દેશોમાંથી પસાર થાય છે.

Ø  તે  એ દેશોની જીવનદાત્રી છે.

Ø  ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, મહા નદી વગેરે નદીઓમાં સપાટી જળ વહે છે.

28.    દ્વિ પરિમાણીય આલેખ એટલે શું?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

અથવા

         સારણીકરણ વિશે માહિતી આપો.

Ø  એકઠી કરેલી કુલ માહિતીમાંથી જરૂરી હોય તે માહિતીને જુદી તારવવામાં આવે છે કે માહિતીને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ કહે છે.

Ø  તેને માટે જરૂરી હોય તેટલા ખાના વાળો કોઠો તૈયાર કરવામાં આવે છે.

Ø  એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સ્તંભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શિર્ષક આપવામાં આવે છે.

29.    નીચે આપેલા અવલોકનો પરથી મધ્યક શોધો.

110,  125,  105,  135,  115

ઉપરનાં અવલોકનોમાં અવલોકનોની સંખ્યા n = 5 છે.

X1 =110, X2=125, X3=105, X4=135, X5=115

xi  =   X1+X2+X3+X4+X5  =   110+125+105+135+115 = 590

મધ્યક    =      અથવા  = 

  =   =  118

આમ મધ્યક   = 118

30.    સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ દર્શાવે છે?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

 

વિભાગ D

નીચે આપેલા 31 થી 40 પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ આપો.દરેક પ્રશ્નના 3 ગુણ છે.   30 ગુણ

31.   નિશ્ચય વાદ વિચારધારાના ચર્ચો.

Ø  આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે.

Ø  આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે.

Ø  એટલે કે માનવી કરતા પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે.

Ø  કોઈપણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસની માત્રા વગેરેને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે.

Ø  આ વિચારધારા માનવ પર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે.

Ø  વીસમી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી.

Ø  એરિસ્ટોટલ, સ્ટ્રેબો, કાન્ટ, હમ્બોલ્ટ, રિટર વગેરે વિદ્વાનોએ આ વિચારધારાને અનુમોદન આપ્યું હતું.

32.    ખેતી આધારિત આનુસંગિક પ્રવૃત્તિઓ જણાવો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

33.    વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે? એ કયા શહેરોમાં આવેલા છે?

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

34.    પાઈપલાઈનના લાભો જણાવો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

35.    ઈમેલ વિશે ટૂંકનોંધ લખો.

Ø  ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપ-લે કરવાની પ્રક્રિયાને ઇ મેલ કહે છે.

Ø  તે કાગળ વગરની ટપાલ સેવા છે.

Ø  Gmail, yahoo, hotmail, indiatimes વગેરે email ની સેવા પૂરી પાડે છે.

Ø  જે તે કંપનીના બ્રાઉઝર પર જઈને તેમાં sign up થઈને ઇમેલ એડ્રેસ મેળવવામાં આવે છે.

Ø  ઇમેલ એડ્રેસ મળી ગયા પછી જે તે બ્રાઉઝરમાં sign in થઈને જેમને સંદેશો મોકલવાનો છે, તેમના ઈમેલ સરનામા પર લખાણ, ચિત્રો, ફોટોગ્રાફ્સ, વિડિયો વગેરે ત્વરિત રીતે મોકલી શકાય છે.

Ø  હવે તો મોબાઈલ દ્વારા email સેવા હાથવગી બની છે.

36.    ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ સમજાવો.

Ø  ભારતના વિદેશ વ્યાપારની તરાહમાં પરિવર્તન થતું રહ્યું છે.

Ø  પ્રાચીન સમયમાં ભારતના મલમલની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થતી હતી.

Ø  ઘણા દેશો જોડે ભારત વ્યાપાર સંબંધોથી જોડાયેલો હતો.

Ø  પ્રથમ તબક્કો

·        પ્રથમ તબકકામાં ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ, અનાજ, ચા, ફળો, શાકભાજી, કપાસ, માછલાં, ચામડાનો સામાન વગેરે ચીજોની નિકાસ વિદેશમાં થતી હતી.

Ø  દ્વિતિય તબક્કો

·        દ્વિતીય તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન ભારતનો વિદેશ વ્યાપાર મંદ બન્યો.

·        ભારતમાંથી પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસ થતી હતી.

·        યુરોપ ખંડના દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી.

Ø  તૃતિય તબક્કો

·        તૃતિય તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો.

·        સંચાર અને પરિવહન ક્ષેત્રે વિકાસનો સીધો લાભ વિદેશ વ્યાપારને થયો.

·        1991 પછી ભારત સરકારે અપનાવેલી નીતિનાં સારાં પરિણામો મળ્યાં.

·        સોફ્ટ્વેર ક્ષેત્રે વિશ્વમાં ભારતની માંગ વધુ છે.

 

અથવા

         નદી બંદર વિશે ટૂંકનોંધ લખો.

Ø  બારેમાસ ભરપૂર પાણી, નદીનું ઉંડુ પાત્ર, શાંત અને અનુકૂળ દિશામાં વહેતી નદીઓના કિનારે જે બંદરો વિકસે છે તેને નદીબંદરો કહે છે.

Ø  આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોથી આયાત તેમજ ઉત્પાદનોની નિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.

Ø  નદી પ્રવાહ સાથે તણાઈ આવતો કાંપ કે ભરતીના કારણે તણાઈ આવતા કાંપથી નદીનું મૂળ છીછરો બની જાય છે.

Ø  ત્યારે નદી તળાવની ઊંડાઇ જાળવી રાખવા વારંવાર ડ્રેજીંગ કરવું પડે છે.

Ø  લંડન ટેમ્સ નદી પર અને હેમ્બર્ગ વેસર નદી પર આવેલા નદી બંદરો છે.

Ø  ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકત્તા નદી બંદર છે.

Ø  નદીબંદરો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે.

Ø  યુરોપના ઘણા નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે.

37.    જળ પ્રદૂષણની અસરો જણાવો.

Ø  દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગો થાય છે.

Ø  ભૂમિગત જળ દૂષિત બને છે, તેથી ભૂમિગત જળની ગુણવત્તા ઘટે છે.

Ø  પ્રદુષિત પાણીની સિંચાઈ કરવામાં આવે તો પાક નષ્ટ થાય છે.

Ø  પ્રદૂષિત પાણીથી તૈયાર થતા શાકભાજી માનવ માટે હાનિકારક છે.

Ø  પ્રદૂષિત પાણીથી ચામડીના રોગો થાય છે.

38.    મધ્યસ્થ શોધો.

150,187,242,253,257,245,207,190,212,227,239

ઉપરના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં.....

150, 187, 190, 207, 212, 227, 239, 242, 245, 253, 257

અહીં અવલોકનોની સંખ્યા 11 છે. જે અયુગ્મ(એકી) છે.

અહીં n = 11

મધ્યસ્થ M =  મા અવલોકનની કિંમત

M =   મા અવલોકનની કિંમત

M =  = 6 મા અવલોકનની કિંમત

અહીં ઉપરના ચડતા ક્રમમાં ગોઠવેલાં અવલોકનોમાં 6 મા (છઠ્ઠા) અવલોકનની કિંમત 227 છે.

તેથી મધ્યસ્થ  

39.    પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો.

Ø  આંકડાઓમાં ઘણું વૈવિધ્ય હોય છે.

Ø  માનવી કે વસ્તુઓની હેરફેર વિવિધ પ્રદેશો પર થાય છે.

Ø  તે અંગેના આંકડા બે લક્ષણો ધરાવે છે.

·        હેરફેર ની દિશા

·        વ્યક્તિ કે વસ્તુઓની સંખ્યા

Ø  ઉપરની બંને વિગતો એકસાથે દર્શાવવા માટે જે-તે પ્રદેશનો નકશો હોવો જરૂરી છે.

Ø  વિવિધ સ્થળોને નકશામાં પરસ્પર સાંકળી લેવા માટે રેખાનો ઉપયોગ થાય છે.

Ø  આંકડાની બહુલતા પ્રમાણે નિશ્ચિત પ્રમાણમાપને અનુલક્ષીને રેખાઓની સંખ્યા નક્કી કરવામાં આવે છે અને તેટલી સંખ્યામાં રેખાઓ દોરીને સ્થળોને પરસ્પર જોડવામાં આવે છે.

અથવા

 ટપકુ પદ્ધતિ વિશે ટૂંકનોંધ લખો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

40.    કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય તે સમજાવો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

 

વિભાગ E

નીચેના 41 થી 45 સુધીના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. દરેક પ્રશ્નના 5 ગુણ છે.   25 ગુણ

41.   વસ્તી ગીચતાને અસર કરતાં આર્થિક પરિબળો ચર્ચો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

42.    વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર માહિતી આપો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

અથવા

 ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો.

Ø  નદીઓ, તળાવો અને સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળમાર્ગને આંતરિક જળમાર્ગ કહે છે.

Ø  ભારતમાં લગભગ 14477 કિલોમીટર લંબાઇના આંતરિક જળમાર્ગ આવેલા છે. એમાંથી 10027 કિલોમીટર લાંબી નદીઓ અને 4438 કિલોમીટર લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે.

Ø  રાષ્ટ્રીય જળમાર્ગ  1

·        ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી આ જળમાર્ગ આવેલો છે. જે 1620 કિલોમીટર લંબાઇ ધરાવે છે.

Ø  રાષ્ટ્રીય જળમાર્ગ 2

·        આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે. તે ધ્રુબરીથી નાદિયા સુધી ઉપયોગી છે. તે 891 કિ.મી લંબાઈ ધરાવે છે.

Ø  રાષ્ટ્રીય જળમાર્ગ 3

·        કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડલ નહેર, ચંપાકાર કેનાલ અને કોટ્ટાપટ્ટનમ નહેર રાષ્ટ્રીય જળમાર્ગ નં ૩ પૂરો પાડે છે.

Ø  રાષ્ટ્રીય જળમાર્ગ 4

·        ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિમી લાંબો જળ માર્ગ જે કાકીનાડા અને પુડુચેરી નહેર તથા કાલવૈલી સરોવર પર બનેલો છે.

Ø  રાષ્ટ્રીય જળમાર્ગ 5

·        બ્રહ્માણી નદી પર ઓડિશાના તાલચેર-ધમારા નહેર, છરબતિયા - ધમારા જળમાર્ગ 585 કિલોમીટર લંબાઇ ધરાવે છે.

43.    ગ્રામીણ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર લખો.

Ø  રહેઠાણનો વિશાળ સમૂહ એટલે વસાહત - ગ્રિફિથ ટેલર

Ø  ગ્રામીણ વસાહતોના કદ નાના હોય છે.

Ø  અહીં વસતા લોકો ખેતી, ખનન, વનીલ પ્રવૃત્તિ જેવી પ્રાથમિક પ્રવૃતિઓ ઉપર આધાર રાખતા હોય છે.

v  ગ્રામીણ વસાહત પ્રણાલીના પ્રકારો નીચે પ્રમાણે છે.

Ø  લંબચોરસ વસાહત પ્રણાલી

·        ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં આ પ્રકારની વસાહતો હોય છે.

·        જર્મની, ઇઝરાયેલ વગેરે દેશોમાં આ લંબચોરસ વસાહતો આવેલી છે.

Ø  રૈખિક વસાહત પ્રણાલી

·        અહીં આવાસોની ગોઠવણી સડક, રેલમાર્ગ, નદી કે નહેરના કાંઠાની સમાંતર સ્થિતિમાં ગોઠવાયેલી જોવા મળે છે.

·        સમુદ્ર કિનારે પણ કેટલીક વસાહતો વિકસી છે.

·        બૃહદ હિમાલય ક્ષેત્રમાં તથા ગંગાના કિનારા પર રૈખિક વસાહતો છે.

·        તેને રિબન પ્રણાલી પણ કહે છે.

Ø  ચક્રીય પ્રણાલી

·        ચક્રીય વસાહત પ્રણાલી મહદંશે અગરિયાઓ તથા માછીમારો દ્વારા રચાય છે.

·        જમીન ખંડમાં જ્યાં ખારા પાણીના જળાશયો હોય તથા સાગરકાંઠે અગરિયાઓની વસાહતો ચક્રીય હોય છે.

·        તળાવ, સુષુપ્ત જ્વાળામુખી, પહાડોની ટોચ કે પશુઓના ચરાણ વિસ્તારોમાં આવી વસાહતો જોવા મળે છે.

Ø  ત્રિકોણીય વસાહત પ્રણાલી

·        ત્રિકોણીય પ્રણાલી મોટાભાગે નદીઓના સંગમ સ્થાનો નજીક રચાય છે.

·        મન્ડોવી અને ઝુઆરી નદી (ગોવા) વચ્ચે ત્રિકોણીય વસાહતનું નિર્માણ થયું છે.

Ø  ઉપચક્રીય વસાહત પ્રણાલી

·        આ પ્રણાલી વળાંક લેતી નદી કે વક્રાકાર માર્ગોના કિનારે જોવા મળે છે.

·        વળાંકની સાથે સાથે આ વસાહત આકાર પામતી જાય છે.

Ø  તારક આકારની વસાહત પ્રણાલી

·        જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે તારક આકારની વસાહતો વિકસે છે.

·        સામાન્ય રીતે આવી વસાહતો પ્રાદેશિક વસાહતનું કેન્દ્ર બને છે.

·        અહીં આવાસો મોટાભાગે ચારે તરફ જતા માર્ગોની નજીક નજીક બાંધવામાં આવ્યા હોય છે.

·        આવી વસાહતો વાયવ્ય યુરોપ, ચીનના યાંગઝિયાંગના મેદાનો તથા ગંગા-સતલુજના મેદાનોમાં જોવા મળે છે.

Ø  નિહારિકા વસાહત પ્રણાલી

·        જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો રચાય ત્યારે તેને નિહારિકા વસાહત પ્રણાલી કહે છે.

·        મધ્યમાં ઊંચો ટેકરાળ વિસ્તાર હોય અને તેની ફરતે આવાસો રચાતા કાળક્રમે તેમાંથી નિહારિકા પ્રણાલી દર્શાવતી વસાહત વિકાસ પામે છે.

 

44.   માનવ સંસાધન-આ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરો.

Ø  સંસાધન ભૂગોળમાં માનવી કેન્દ્રસ્થાને છે.

Ø  સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંસાધનોનો ઉપયોગ કરે છે.

Ø  ભૂમિ, જળ, જમીન, ખનીજ, કૃષિ, પશુપાલન, ઉદ્યોગો, વ્યાપાર, પરિવહન વગેરેનો ઉપયોગ માનવી જ શક્ય બનાવે છે.

Ø  માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, સ્ત્રી પુરુષ પ્રમાણ, વય જૂથો, વ્યવસાયિક જૂથો, ભાષા જૂથો, ધર્મ જૂથો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે.

Ø  માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે.

Ø  વસ્તી વિસ્ફોટના કારણે ગરીબી, બેકારી, ભૂખમરો, પ્રદૂષણ, આર્થિક અસમાનતાઓ, વર્ગ વિગ્રહો વગેરે સમસ્યાઓ માનવ સંસાધનની ગુણવત્તામાં ઘટાડો કરે છે.

Ø  કુદરતી સંસાધનો વધુ પડતો અને વિવેકહીન ઉપયોગ થવાથી પ્રાકૃતિક પર્યાવરણમાં મોટી ખલેલ ઊભી થઈ છે.

Ø  વધુ વસ્તીના પ્રદેશોમાં સંસાધનોની અછત કે તંગી સર્જાય છે.

Ø  તેથી વિપરીત ઓછી વસ્તીના પ્રદેશોમાં કાર્યશીલ વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી સંસાધનોનો ઉપયોગ થઈ શકતો નથી.

Ø  માનવીએ પોતાના કૌશલ્ય, બુદ્ધિશક્તિ, સમજશક્તિથી ટેકનોલોજીનો ખૂબ વિકાસ કર્યો છે.

Ø  જેથી માનવીને અનેક પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.

Ø  માનવીએ સાંસ્કૃતિક પ્રગતિ પ્રાપ્ત કરી છે

. અથવા

 સાગરીય સંસાધન સંબંધી સમસ્યાઓ જણાવી તેના ઉકેલ જણાવો.

આ પ્રશ્ન 2021 માટે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે.

 

45.    પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.

Ø  પ્રવાહી કચરાનો યોગ્ય પ્રક્રિયા કરી નિકાલ કરવો જોઈએ.

Ø  રાસાયણિક ખાતરો અને કીટનાશકોને બદલે જૈવિક ખાતરો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવો.

Ø  નદી સરોવરના કાંઠે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન પ્રવાહી અને ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તેવું આયોજન કરવું.

Ø  ઉદ્યોગોમાંથી નીકળતા વાયુઓ, પ્રવાહી કચરો અને ઘન કચરામાંથી દુષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ.

Ø  નવા ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆતમાં તેનાથી થનારા પ્રદૂષણ અને તેના અટકાવવા વિશે આગોતરુ આયોજન થવું જરૂરી છે.

Ø  નગર કે વસાહતોના આયોજનમાં વનીકરણ યોગ્ય પ્રમાણમાં કરવાથી તથા વાહનોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડી શકાય.

Ø  કાયદાકીય જોગવાઈઓ અને તેનો ચુસ્ત અમલ કરાવવો.

Ø  શાળા-કોલેજમાં આ સમસ્યાથી ભાવિ પેઢીને અવગત કરી જાગૃતિ લાવવી જોઈએ.

Ø  સમાજમાં વિવિધ જ્ઞાતિ મંડળો કે સ્વૈચ્છિક સંસ્થાઓએ આ સમસ્યાના હલ માટે એક ચળવળ સ્વરૂપે જાગૃતિ અભિયાન ચલાવવું જોઇએ.

Ø  વાયુ પ્રદૂષણ ફેલાવતા અશ્મિભૂત બળતણને બદલે શક્ય હોય ત્યાં અક્ષય ઊર્જા સ્ત્રોતોનો વપરાશ વધારવો.

Ø  દાહ સંસ્કાર માટે લાકડાને બદલે વિદ્યુત કે સીએનજીના વિકલ્પની સગવડો અને પ્રચલન વધારવું.

46.   તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો.

Ø  સૌથી વધુ સાક્ષરતા ધરાવતુ રાજ્ય

Ø  રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં 7 અને તેના પરનું એક અટક સ્થાન

Ø  ભારતનુ એક દરિયાઇ બંદર

Ø  નૌ સેના કેંદ્ર

Ø  ઊનનું ઉત્પાદન કરતું એક કેંદ્ર

 



 

સુપર પેપર સેટ ( 10 પ્રશ્નપત્રનો ફ્રી સેટ )
આ સેટ મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

                                                  અહી ક્લિક કરો સુપર પેપર સેટ