Main menu

234

123

Dhoran 12 bhugol, path 1, online test, ધોરણ 12 ભૂગોળ, પાઠ 1 માનવ ભૂગોળ-પરિચય, manav bhugol-parichay ઓનલાઈન ટેસ્ટ

ધોરણ 12 ભૂગોળ પાઠ 1 ઓનલાઈન ટેસ્ટ

Dhoran 12 bhugol, path 12, online test, ધોરણ 12 ભૂગોળ, પાઠ 12 આંકડાકીય માહિતી, ઓનલાઈન ટેસ્ટ

ધોરણ 12 ભૂગોળ પાઠ 12 ઓનલાઈન ટેસ્ટ

Essay on Corruption, nibandh- bhrashtachar, નિબંધ - ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર


લાચારીથી કરાતા પાપોથી છૂટી શકાય છે. પણ લાલચથી કરાતા પાપથી છૂટવું બહુ અઘરું છે.

મિત્રો હીરાને ખતરો પથ્થરથી નથી, પણ નકલી હીરાથી છે. એમ ધર્મને ખતરો નાસ્તિકથી નથી, પણ ઢોંગી ધર્મગુરૂઓથી છે. એવી જ રીતે આ દેશને ખતરો પાકિસ્તાનનો નથી, પણ અંદરના ભ્રષ્ટાચારીઓનો છે.

હા, ભ્રષ્ટાચાર માટે ખતરનાક શબ્દથી ભારે શબ્દ બીજો કયો હોઇ શકે? ભ્રષ્ટાચાર એ આપણા દેશ માટે ખતરો છે. કેટલીકવાર તો એમ થાય છે કે કાશ !  આવી સ્વતંત્રતા કરતાં અંગ્રેજોનું રાજ સારું હતું. તેઓ પોતાના દેશ ઇંગ્લેન્ડને તો વફાદાર હતા ! આપણા દેશમાંથી કેટલુય લૂંટી ગયા પણ એમણે કશુંયે પોતાના ઘર ભેગું તો નહોતું કર્યું. પોતાના દેશને સોંપી દીધું હતું. એટલે એ અંગ્રેજ લૂંટારાઓની સરખામણીમાં આપણા દેશના અંદરના ભ્રષ્ટાચારી લૂંટારાઓ વધારે ખરાબ છે. એટલે એનો મતલબ એમ કે આજે અંગ્રેજોના ગુરુઓનું રાજ ચાલે છે.

મિત્રો, ભ્રષ્ટાચાર ક્યાં નથી? સરકારી કચેરીઓ તો ભ્રષ્ટાચારથી ખદબદે છે. એ બધા સરકારી ખાતાં કહેવાય. એવા સરકારી ખાતાં કે જે હંમેશા ખાય. એમને અનાજ નથી ભાવતું, પણ પૈસા ભાવે છે ! કરોડો રૂપિયા ખાઈ જાય છે. બોલો ! કેવી રીતે પર પચાવતા હશે આ કાગળ અને ધાતુની આઈટમ !

મિત્રો, ભ્રષ્ટાચાર એ તો દેશમાં ઉધઈ સમાન છે. પ્રિયકાન્ત મણિયારે પોતાની પંક્તિઓમાં કહ્યું છે,
એ લોકો પહેલાં અનાજના કોથળા સંઘરી રાખે છે,
ને માણસ જ્યારે સડી જાય ત્યારે કિલો કિલો વહેંચે છે.
એ લોકો, લોકો છે જ નહીં, એ તો છે રૂપિયાની નોટો ખાઈને ઉછળતી ઉધઈ,
મારે કવિ નથી થાવું, પણ ઉધઈ મારનારી જંતુનાશક દવા થાઉં તોય ઘણું..
મિત્રો ભ્રષ્ટાચાર આ દેશને ક્યાં લઈ જશે એની તો ખબર નથી, હું  ભ્રષ્ટાચારની વ્યાખ્યા પણ કરતો નથી. ભ્રષ્ટાચારની પ્રક્રિયા કેવી હોય છે તે પણ બતાવવા માગતો નથી. હું તો એની ભયાનકતા બતાવવા માંગુ છું.

જે કામ કરવા માટે સરકાર તરફથી કે સંસ્થા તરફથી જેને પગાર આપવામાં આવે છે, એ જ કામ કરવા માટે પૈસાની માગણી ! કદાચ પૈસાની માગણી નહીં તો ધક્કાની લ્હાણી ! ધક્કા ખાઓ,  કંટાળીને પૈસા આપો અને ઘરે જઈને નિશ્ચિંત બની સુઈ જાઓ. તમારું કામ થઈ જશે ! શું આ બ્રષ્ટાચાર છે ? ના, આતો વહેવાર કહેવાય ! કાગળ ઉડી ન જાય એટલે વજન મૂક્યું કહેવાય !

હા, ભ્રષ્ટાચાર આપણી રગેરગમાં એવો વ્યાપી ગયો છે, કે જાણે એ તો વહેવાર બની ગયો છે. એનું એક ઉદાહરણ આપું. આપણી એક સામાન્ય ખાલી જગ્યાની નોકરી. ફિક્સ પગાર દસ-બાર હજાર રૂપિયા... આપણા કોઈ સગા કે મિત્રને આ નોકરી મળે અને એના પિતાશ્રીને કોઈ વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે કે કરસનભાઈ, તમારા દીકરાને તો સરકારી ખાલી જગ્યાની નોકરી મળી ગઈ.. બહુ સરસ કહેવાય.. હવે તો સરકારનો જમાઈ થઈ ગયો... કેટલો પગાર છે? કરસનભાઈ નો જવાબ સાંભળો... પગાર તો આમ તો પાંચ વર્ષ સુધી દસ-બાર હજાર રૂપિયા જ છે, પણ થોડુંક સાઈડમાં વીસ-પચ્ચીસ હજાર રૂપિયા મળી જાય છે, એટલે ઘર ચાલે...
જાણે કે સાઈડ માં મળતી આવક એ સરકારનો કાયદેસરનો પગાર હોય... કેટલું લોહીમાં વણાઈ ગયું છે? અને કેટલી સહજતાથી લોકો આવી વાત કરે છે? આ ને કેવી રીતે દૂર કરી શકીશું? આજે કદાચ ગાંધી કે સરદાર જીવતા હોત, તો એ જરૂર આત્મહત્યા કરી લેત.  શું આ માટે આપણા શહીદોએ પોતાનું લોહી રેડ્યું હતું? શું આ માટે દેશનેતાઓએ પોતાની જિંદગી ખર્ચી નાખી હતી?

અરે ! આપણે આપણા દેશના નાગરિકને લૂંટીએ, એ તો આપણા ભાઈને લૂંટે બરાબર છે. દેશને ભ્રષ્ટાચારથી લૂંટવો એ તો ભારતમાતાના ચીરફાડ્યા બરાબર  છે.

શું આપણે આ માટે જાગૃત થવાની જરૂર નથી ? ક્યાં સુધી ઊંઘતા રહીશું ? અને આપણા નાના નાના કામો માટે પૈસા આપતા રહીશું ? ક્યાં સુધી ?
ભ્રષ્ટાચાર સામે લડવા માટે આપણે અન્ના હજારે બનવું પડશે. નહીં તો એક અન્ના હજારે આખા દેશમાં ભ્રષ્ટાચાર કેવી રીતે દૂર કરી શકશે ? અને કદાચ ! કોઈ વૈજ્ઞાનિક એવો પાકે કે જે ભ્રષ્ટાચાર વિરોધી રસી શોધે અને આપણા દેશના નાગરિકોને પીવડાવે.
બાકી તો,
ગમે તે બાજુથી અડશો તોય ચીરાશો,
બન્યો છે આ બેધારા ચાકાનો માણસ..
નસે નસે  ભ્રષ્ટાચાર ભર્યો છે,
ગમે ત્યારે ફૂટશે આ ભ્રષ્ટાચાર માણસ...
....થેન્ક્યુ.....

ધોરણ 11 ભૂગોળ પ્રથમ પરિક્ષાનાં પ્રશ્નપત્રો standard 11 Geography first Exam Question papers

 ધોરણ 11 ભૂગોળ

પ્રથમ પરીક્ષા Test Paper

કુલ ગુણ 50                                       સમય 2 કલાક


 Part A

 

        નીચેના પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી આપો.     8 marks

          1.     નીચેનામાંથી કયા ભૂગોળવિદ જર્મનીના છે?

                 (A) કાર્લ રિટર    (B)  ટોલેમી    (C) આર્યભટ્ટ     (D) સ્ટ્રેબો

          2.     ભૂગોળના જ્ઞાનથી કયો લાભ થાય છે?

              (A) વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય  (B)  દેશપ્રેમ પ્રગટે  

   (C)  નાગરિક વિશ્વનાગરિક બને  (D) આપેલ તમામ

        3.     પૃથ્વી કેટલા સમયમાં એક પરિક્રમણ પૂરું કરે છે?

              (A)  365 દિવસ    (B) 366 દિવસ    

            (C) 365.25 દિવસ    (D) 361 દિવસ

        4.     પૃષ્ઠીય મોજાં બીજા કયા નામે ઓળખાય છે?

            (A) પી મોજાં   (B) એસ મોજાં  

             (C) એલ મોજાં   (D) એકેય નહીં

        5.     નીચેનામાંથી કયો બાહ્ય આગ્નેય ખડક છે?

            (A) ગ્રેનાઇટ   (B) બેસાલ્ટ   (C) ચિરોડી   (D) આરસ પહાણ

        6.     વિશ્વની કેટલી વસ્તી મેદાની પ્રદેશમાં વસે છે?

            (A) 100%    (B) 70%     (C) 50%     (D) 75%

        7.     ટૂંકાગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિ ને શું કહે છે?

            (A) હવામાન     (B)   આબોહવા    

            (C)   A અને B બંને    (D)   એક પણ નહીં

        8.     નીચેનામાંથી મોટા માપવાળો નકશો કયો કહેવાય?

            (A) 1 સેમી 50 કિમી  (B)   1 સેમી 100 કિમી  

        (C)   A અને B બંને  (D)  એક પણ નહીં

Part B

        નીચેના પ્રશ્નોનાએક વાક્યમાં જવાબ આપો.       7 marks

        9.                             ભુગોળનો શાબ્દિક અર્થ જણાવો.

        10.                        નિહારિકા ઉત્કલ્પના કોણે આપી?

        11.                        ભૂકંપ કેન્દ્ર કોને કહે છે?

        12.                        ખડકોના પ્રકારો જણાવો.

        13.                        ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું?

        14.                        મેપ શબ્દ કયા લેટિન શબ્દ પરથી અપભ્રંશ થઈને આવ્યો છે?

        15.                        નકશાના મુખ્ય પ્રકારો જણાવો.

Part C

        નીચેના પ્રશ્નોના જવાબ આપો.                                10 marks

        16.                          ભૂગોળવિદો ભૂગોળના વિષયવસ્તુને કયા સાત શબ્દોમાં વર્ણવે છે?

        17.                          મૃદાવરણ એટલે શું? તેના કયા બે ભાગ પડે છે?

        18.                          પર્વતપ્રાંતી ઉચ્ચપ્રદેશ સમજાવો.

        19.                          વાતાવરણ એટલે શું? તેમાં કયા કયા પદાર્થો રહેલા છે?

        20.                          સાંસ્કૃતિક નકશામાં કઇ કઇ વિગતો દર્શાવવામાં આવે છે?

Part D

        નીચેના પ્રશ્નોના જવાબ આપો                       15 marks

        21.                          બિગ બેંગ સિદ્ધાંતની ટૂંકમાં સમજૂતી આપો.

        22.                          પૃથ્વીના ભૂગર્ભ પર ટૂંકનોંધ લખો.

        23.                          સક્રિય જ્વાળામુખી વિશે સમજાવો.

        24.                          જમીનના પ્રકારો જણાવી દરેકની વ્યાખ્યા આપો.

        25.                          આબોહવા પર અસર કરતા પરિબળો જણાવો.

Part E

        નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો.         10 marks

        26.                          વેગનરનો ખંડ પ્રવહન સિધ્ધાંત સવિસ્તાર વર્ણવો.

        27.                          પર્વતોના પ્રકારો જણાવી કોઈપણ બે પર્વત વિશે સમજાવો.                                                                                

   

          ધોરણ ૧૧  ભૂગોળના બીજા પ્રથમ પરીક્ષાના બીજા પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

      વર્ષ ૨૦૧૭ નું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર (અરવલ્લી શાળા વિકાસ સંકુલ )

      વર્ષ ૨૦૧૯ નું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર (અરવલ્લી શાળા વિકાસ સંકુલ)

વર્ષ ૨૦૨૧ નું પ્રથમ પરીક્ષાનું પેપર 1

વર્ષ ૨૦૨૧ નું પ્રથમ પરીક્ષાનું પેપર 2

વર્ષ ૨૦૨૧ નું પ્રથમ પરીક્ષાનું પેપર 3 

 

આવા બીજા પ્રશ્નપત્રો અને ભુગોળ વિષયનું આઈ.એમ.પી. મટેરિયલ મેળવવા માટે ગૂગલમાં "Learn with jagdish patel" સર્ચ કરો અને આપણી વેબસાઈટની મુલાકાત  લો.....


jivan shikshan magazine , જીવન શિક્ષણ મેગેઝિન, GCERT Gandhinagar

જીવન શિક્ષણ

જીવન શિક્ષણ એક એવુ મેગેઝિન છે, જે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા પ્રકાશિત થાય છે. શિક્ષણમાં શિક્ષકોએ કરેલા નાવિન્યને આ અંકમાં રજૂ કરવામાં આવે છે. ઉપરાંત શાળાઓ માટે શુ કરી શકીએ તે બાબતનુ વિવિધ વિષયોના લેખ દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. જેનો લાભ ગુજરાતના શિક્ષક મિત્રોને મળે છે. તો આવું ખુબ જ મજાનું મેગેઝિન ફ્રીમાં વાંચવા માટે નીચેની માસ વાઈઝ લિંક પર ક્લિક કરો અને તમારો મનગમતો અંક વાંચો.




જે વર્ષનો જીવન  શિક્ષણ અંક વાંચવા માગતા હો તેના ઉપર ફક્ત ક્લિક કરો. તમારો મનગમતો અંક ખુલી જશે. 

Jivan shikshan 1998 all months issues

Jivan shikshan 1999 all months issues

Jivan shikshan 2000 all months issues

Jivan shikshan 2001 all months issues

Jivan shikshan 2002 all months issues

Jivan shikshan 2003 all months issues

Jivan shikshan 2004 all months issues

Jivan shikshan 2005 all months issues

Jivan shikshan 2006 all months issues

Jivan shikshan 2007 all months issues

Jivan shikshan 2008 all months issues

Jivan shikshan 2009 all months issues

Jivan shikshan 2010 all months issues

Jivan shikshan 2011 all months issues

Jivan shikshan 2012 all months issues

Jivan shikshan 2013 all months issues

Jivan shikshan 2014 all months issues

Jivan shikshan 2015 all months issues

 Jivan shikshan 2016 all month issues

Jivan shikshan 2017 all months issues

Jivan shikshan 2018 all months issues

Jivan shikshan 2019 all months issues

Jivan shikshan 2020 all months issues