પ્રથમ પરીક્ષા પેપર ધોરણ 12 ભૂગોળ
પ્રથમ પરીક્ષા ૨૦૨૧ નવનીત સવાર પાળી
પ્રથમ પરીક્ષા ૨૦૨૧ નવનીત બપોર પાળી
ભૃગુ શિક્ષણ સંકુલ દેવભૂમિ દ્વારકા 2021
ધોરણ 12 ભૂગોળ પ્રથમ પરીક્ષાનો 5 પેપરનો સેટ ( વિદ્યા પ્રકાશન )
નિષ્ઠા તાલીમ મોડ્યુલ અહેવાલ, ફુલ (પૂર્ણ) કોર્સ
Nishtha Talim Module Aheval, Full course
નિષ્ઠા તાલીમ એ માધ્યમિક શાળાના શિક્ષકો માટે gcert દ્વારા તૈયાર કરવામાં આવેલું મોડ્યુલ છે. જેમાં દર મહિને ત્રણ તાલીમ લેવાની હોય છે. એવી રીતે છ મહિનામાં કુલ ૧૮ મોડયુલની તાલીમ લેવાની હોય છે. આ તાલીમ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં મેળવી શકાય છે. શિક્ષકો પોતાના વર્ગખંડોમાં એક સક્ષમ શિક્ષક તરીકે દાખલ થાય અને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય અને આનંદદાયક શિક્ષણ આપે તે માટે આ તાલીમની ગોઠવણ કરેલ છે. શિક્ષકો પોતાની નિષ્ઠા જાળવી રાખે અને સમય પ્રમાણે પોતાની જાતને અપડેટ કરે તે આ તાલીમનો હેતુ છે. માત્ર ચોક, ડસ્ટર અને કથનનું જ શિક્ષણ ન બની જાય અને શિક્ષણ કલાત્મક, ICT આધારિત, સમાવેશી શિક્ષણ બને એ માટે આ તાલીમમાં શિક્ષણ શાસ્ત્રના અલગ અલગ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ તાલીમ મેળવ્યા પછી દરેક શિક્ષક મિત્રોએ અહેવાલ બનાવવાનો હોય છે. બીજા શિક્ષક મિત્રોને માર્ગદર્શન મળી રહે એ હેતુથી અહીં દરેક module નો અહેવાલનો નમુનો અહીં મેં રજુ કરેલ છે. આ અહેવાલના નમૂનાને માર્ગદર્શક તરીકે જોઈ - વાંચી શિક્ષક મિત્રો પોતાની જાતે અહેવાલ બનાવે તે ઇચ્છનીય છે. ફક્ત કોપી કરી અને સીધું જ લખી નાખે તે બાબત યોગ્ય નથી. પરંતુ આ અહેવાલોને નમૂના તરીકે લઈ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે અને પોતે જે તાલીમ મેળવી છે તેમાં પોતે જે સમજણ કેળવી તે પ્રમાણે પોતાના વિચારો અહેવાલમાં રજૂ કરવાના હોય છે.
આ સિવાય આ જે કોર્સ છે તે કોર્સની તાલીમની સંપૂર્ણ પીડીએફ અહી મુકેલી છે. દરેક પીડીએફ ડાઉનલોડ કરીને સૌ મિત્રો તેને વાંચીને કોર્સને રીફર કરી શકે છે. અને સમયે સમયે પોતાની શિક્ષક તરીકેની આ તાલીમને તાજી કરી નવો ઉત્સાહ મેળવી શકે છે.જેથી યોગ્ય નિષ્ઠાથી દરેક શિક્ષક મિત્રો પોતાની શાળામાં બધા જ બાળકોને સંપૂર્ણ ન્યાય આપી શકે. ઉપરાંત આ પીડીએફનો અભ્યાસ કરીને પોતાનો અહેવાલ પણ જાત મહેનતથી લખી શકે છે.કેટલીક વખતે શિક્ષકોને મોબાઈલમાં રહેલી પીડીએફ વાંચવી ગમતી નથી એટલા માટે આ અહી પૂર્ણ કોર્સની પીડીએફ મૂકી દીધી છે. જેની પ્રિન્ટ કાઢીને પણ વાંચવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
ધોરણ 12 માં દ્વિતીય એકમ કસોટીમાં ઓગસ્ટ મહિનાનો અભ્યાસક્રમ અહીં લેવામાં આવ્યો છે. જેમાં પ્રકરણ-4 અને 5 નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોરણ 12 ભૂગોળ
દ્વિતીય એકમ કસોટી
વર્ષ 2022-23
વિભાગ A. 5 ગુણ
નીચેના પ્રશ્નોમાંથી આપેલા વિકલ્પો ના આધારે જવાબ લખો.
1. મનોરંજન સેવાઓથી શાની પ્રાપ્તિ થાય છે?
(A) આનંદ ,(B) દુઃખ, (C) ખોરાક, (D) વેપાર
2. માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે?
(A) પંચમ (B) દ્વિતીયક (C) તૃતીયક (D) ચતુર્થક
3. ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ....
(A) એક (B) સાત (C) આઠ (D) બાર
4. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી નહેર કઈ છે?
(A) પનામા નહેર (B) સુએજ નહેર (C) નર્મદા નહેર (D) લિવરપુલ નહેર
5. ભારત સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન છે....
(A) એર ઇન્ડિયા (B) ઇન્ડિયન એરલાઇન્સ (C) રિલાયન્સ (D) ભારતીય રેલ
વિભાગ B. 5 ગુણ
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
6..સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે?
7. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી?
8. રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયો છે? તેની લંબાઈ જણાવો.
9. સિલિકોન વેલી એટલે શું?
10. ચતુર્થક પ્રવૃત્તિઓને વિસ્તારમાં મહત્વના કારણો કયા છે?
વિભાગ C. 4 ગુણ
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.
11. વિશ્વના મુખ્ય આંતરિક જળ માર્ગો કયા કયા છે? ફક્ત નામ લખો.
12. વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે?
વિભાગ D. 6 ગુણ
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
13. 'પનામા નહેર' ટૂંકનોંધ લખો.
14. ઉચ્ચસ્તરીય સેવાઓ જણાવો.
વિભાગ E. 5 ગુણ
નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો.
15. વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોંધ લખો.
ધોરણ 11 ભૂગોળ
દ્વિતીય એકમ કસોટી ડિસેમ્બર 2021
વિભાગ A
1.
મેઘદૂતમની રચના કોણે કરી હતી?
A.
ભાસ્કરાચાર્ય
B.
કાલિદાસ
C.
વરાહમિહિર
D.
ચંદ્રગુપ્ત
2.
સૌથી વધુ તેજસ્વી ગ્રહ કયો છે?
A.
બુધ
B.
ગ્રહ
C.
શનિ
D.
મંગળ
3.
ભૂગર્ભમાં કયા ખનીજ તત્વો મુખ્ય છે?
A.
સિલિકા અને મેગ્નેશિયમ
B.
નિકલ અને લોહ
C.
સિલિકા અને લોહ
D.
એલ્યુમિનિયમ અને લોહ
4.
કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે?
A.
સિસ્મોગ્રાફ
B.
બેરોગ્રાફ
C.
એનિમોમીટર
D.
બેરોમીટર
5.
કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહે છે?
A.
ઉત્તર ગોળાર્ધ
B.
દક્ષિણ ગોળાર્ધ
C.
સમગ્ર પૃથ્વી
D.
એક પણ નહીં
વિભાગ B
6. કઈ વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને
અનુમોદન આપ્યું?
7. મેગ્મા કોને કહે છે?
8. હિમ અશ્માવલી કોને કહે છે?
9. ઓઝોન વાયુ કયા આવરણમાં આવેલો છે?
10. નકશાના મુખ્ય બે પ્રકાર જણાવો.
વિભાગ C
11. નકશાના મુખ્ય અંગો કયા કયા છે?
12. સુર્યાઘાત એટલે શું? તેને કયા સાધન દ્વારા માપી શકાય?
વિભાગ D
13. ઘુમ્મટાકાર પર્વત વિશે ટૂંકનોંધ લખો.
14. ગોન્ડવાનાલેન્ડ વિશે માહિતી આપો.
વિભાગ E
15. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો જણાવો.
વધુ માહીતિ
માટે નીચેની વેબસાઈટ અને યુ ટ્યુબ ચેનલની મુલાકાત લો.
ગુગલમાં Learn with jagdish patel સર્ચ કરો
અથવા www.jagdishpatelsir.blogspot.com
પર ક્લિક કરો
અથવા
યુટ્યુબમાં જઈ shreyapatel001
સર્ચ કરો
અથવા www.youtube.com/shreyapatel001
પર ક્લિક કરો
ઉપરની એકમ કસોટીની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ધોરણ 12 ભૂગોળ
દ્વિતીય એકમ કસોટી ડિસેમ્બર 2021
વિભાગ A
1. નીચેનામાંથી કયું તત્વ સાંસ્કૃતિક પર્યાવરણનું
છે?
A. નદીઓ
B. મેદાન
C. જંગલો
D. પરિવહન
2. સિલીકોન વેલીના ઔધોગિક સંકુલ નીચેનામાંથી ક્યાં
છે?
A. બોસ્ટન
B. પેરિસ
C. ન્યૂયોર્ક
D. અમદાવાદ
3. ભારતમાં રેડિયોનું પ્રસારણ સૌપ્રથમ ક્યારે થયું
હતું?
A. 1975
B. 1936
A. 1923
B. 1957
4. ભારતમાં કેટલી વસ્તી હોય તો તેને શહેર કહેવાય?
A. 5000
B. 2000
C. 1000000
D. 10000
5. ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત ક્યાં
આવેલી છે?
A. અમદાવાદ
B. દિલ્હી
C. કોલકત્તા
D. મુંબઈ
વિભાગ
B
6. ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે?
7. એશિયાની સૌપ્રથમ પાઇપલાઇન કેટલા કિલોમીટર લાંબી
છે?
8. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એક કયા શહેરો ને જોડે
છે?
9. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે?
10. ભારતમાં ગુજરાતી બોલનારા લોકોની ટકાવારી કેટલી
છે?
વિભાગ
C
11. માનવ ભૂગોળ ના પરસ્પર સંકળાયેલા ત્રણ કાર્યો
જણાવો.
12. મુક્ત વ્યાપાર પ્રદેશો કોને કહેવામાં આવે છે?
વિભાગ
D
13. તારક આકારની વસાહત પ્રણાલી વિશે સમજાવો.
14. ફિલ્મ ઉદ્યોગ વિશે ચર્ચા કરો.
વિભાગ
E
15. ભારતના આંતરિક જળમાર્ગો વિશે વિસ્તૃત ચર્ચા
કરો.
વધુ માહીતિ માટે નીચેની વેબસાઈટ અને યુ ટ્યુબ ચેનલની મુલાકાત લો.
ગુગલમાં Learn
with jagdish patel સર્ચ કરો
અથવા www.jagdishpatelsir.blogspot.com પર ક્લિક કરો
અથવા યુટ્યુબમાં જઈ shreyapatel001
સર્ચ કરો
અથવા www.youtube.com/shreyapatel001
પર ક્લિક કરો
ઉપરની એકમ કસોટીની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
પ્રથમ એકમ કસોટી – સપ્ટેમ્બર
2021
ધોરણ 11 ભૂગોળ
સમય - 1 કલાક કુલ ગુણ - 25
મિત્રો,
ધોરણ 12 ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની નિદાન કસોટી હમણાં 8 થી 12 જુલાઈ 2021 સુધીમાં લેવાઈ ગઈ. આજે 21 તારીખે હું આ બંને કસોટીઓનું પેપર સોલ્યુશન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે મૂકી રહ્યો છું. આ સોલ્યુશન મૂકવાનો હેતુ ફક્ત શિક્ષક મિત્રોને યોગ્ય માર્ગદર્શન મળે તે છે. વિદ્યાર્થી મિત્રોએ નિદાન કસોટીના જવાબો લખી શાળામાં જમા કરાવી દીધા છે. એવા દરેક વિદ્યાર્થીઓ પોતે લખેલા જવાબો સાચા છે કે ખોટા તેનો અંદાજ મેળવી શકે તથા જો કોઈ કચાશ રહી હોય તો આ સોલ્યુશનમાંથી માર્ગદર્શન મેળવીને ભવિષ્યની એકમ કસોટીઓ તથા અન્ય શાળાકીય પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તથા પેપર સ્ટાઇલ સુધારી શકે એ હેતુથી આ પેપર સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. આ પેપર સોલ્યુશનનો બીજે કોઈ જગ્યાએ દુરુપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ એવું કરશે તો તે પોતે ગુનેગાર ગણાશે.
ધોરણ 12 ભૂગોળ નિદાન કસોટીનું સોલ્યુશન અહી નીચે આપેલ છે.
Dhoran 12 Result Mass Promotion ધોરણ 12 પરિણામ સોફ્ટવેર માસ પ્રમોશન વર્ષ 2021
Satandard 12 Result software
mass promotion 2021
For General Stream
મિત્રો,
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બનાવવા માટે સરકારે સૂચના આપી છે.તે પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે. ધોરણ 12 નું પરિણામ કેવી રીતે તૈયાર કરી શકાય તે સુચનાઓનો અભ્યાસ કરીને અહીં એક્સલમાં સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ જ સરળ અને દરેક શિક્ષક મિત્ર ખૂબ સરળતાથી સમજી શકે એવી રીતે તૈયાર કરવામાં આવેલું છે. આટલું સરળ અને આટલું સમજી શકાય એવું સોફ્ટવેર બીજા કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં નહીં આવ્યુ હોય એની ગેરંટી. તો મિત્રો આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપી છે, તેના પર ક્લિક કરી આપ તમારું પરિણામ તૈયાર કરી શકો છો. ફક્ત સફેદ ખાનામાં વિદ્યાર્થીઓના માર્ક્સ ની એન્ટ્રી કરતાં સંપૂર્ણ ડેટા સીટ તૈયાર થઈ જશે. અને સંપૂર્ણપણે પરિણામ ઓટોમેટીક તૈયાર થઈ જશે. જો આપ ને આ પરિણામ ગમે તો યોગ્ય રીપ્લાય આપી શકો છો. આ પરિણામ આર્ટસ - કોમર્સ માટે બનાવવામાં આવેલું છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખશો.
આ સોફ્ટવેર બધા વિષયો માટે ચાલશે. સોફ્ટવેરમાં આપેલી સૂચનાઓનું પાલન કરશો.
ધોરણ 12 પરિણામ સોફ્ટવેર માસ પ્રમોશન વર્ષ 2021 ડાઉનલોડ કરવા ક્લિક કરો.